Jamnagar Theft Case : જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી 400 પેરના આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 35 હજારની કિંમતના કેબલની ચોરી ગયા હોવાથી બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ ટીમ તસ્કરોને શોધી કાઢવા માટે તપાસ ચલાવી રહી છે.


