Gujarat
જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ
By GS TEAM
16 Jan 20261 min read
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી 400 પેરના આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 35 હજારની કિંમતના કેબલની ચોરી ગયા હોવાથી બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ ટીમ તસ્કરોને શોધી કાઢવા માટે તપાસ ચલાવી રહી છે.