Gujarat

જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
4 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ એક યુવક સામે ગાળાગાળી, મારામારી, ધમકી અને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ એક યુવક સામે ગાળાગાળી, મારામારી, ધમકી અને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત તા. 2 જૂનના રોજ સાંજના સમયે મીનાબેન મનોજભાઈ હિંગડા નામની મહિલાની 15 વર્ષીય દીકરી ઘરે રમતી હતી, ત્યારે સંબંધમાં લાગતો વિપુલ બટુકભાઈ હીંગડા ત્યાં આવ્યો હતો. આ દરમિયાન દીકરી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દીકરીના બૂમાબૂમના અવાજ સાંભળી તેની માતા મીનાબેન વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે પણ ગાળાગાળી અને જપાજપી કરી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ જતા સમયે પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે મીનાબેન ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે આરોપી ફરીથી તેમના દિયર મનીષભાઈ સાથે ઝઘડામાં ઉતરી ગયો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ મનીષભાઈના ડાબા હાથના અંગૂઠામાં બટકું ભરી ગંભીર ઇજા પહોંચાડ્યાનું તેમજ અન્ય આંગળીઓમાં પણ ઇજા કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે વિપુલ બટુકભાઈ હીંગડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.