પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ
Vadodara : 20 વર્ષની પરણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 20 મી તારીખે, પાંચ વાગે હું મારી મોટી બહેનની દીકરીનો પ્રથમ જન્મદિવસ હોય મકાનને તાળું મારી મારા પતિ સાથે સાવલી ગઈ હતી. સાવલી ખાતે જન્મદિવસની ઉજવણી પૂરી કરીને 11:00 વાગ્યે અમે અમારા ઘરે ભરત આવતા હતા ત્યારે એકતા નગર મરાઠી મહોલ્લામાં રહેતો હિમાંશુ ગવલે મારી સામે ખરાબ નજરથી જોવા લાગ્યો હતો અને મને બીભત્સ ઈશારા કરતો હતો. જેથી મારા પતિએ તેને કહ્યું કે તું મારી પત્ની સામે કેમ જોઈને ઈશારા કરે છે ત્યારે હિમાંશુ એવો જવાબ આપ્યો કે હું તો જોઈશ જ તારાથી થાય તે કરી લે.. હિમાંશુએ મારો હાથ પકડી લીધો હતો અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન દરમિયાન ટોળું ભેગું થઈ જતા હિમાંશુ ત્યાંથી ભાગી ગયો હતો.