Get The App

જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો 1 - image

Jamnagar : જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 18 વર્ષની એક યુવતીનો પીછો કરી પછી એકલા મળવા માટેના ઈશારા કરનાર જામનગરના ફૂલીયા હનુમાન મંદિર પાસે રહેતા રાજ દેવશીભાઈ માતંગ સામે પોલીસે ગુનો નોધ્યો છે, અને ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ.કે.બ્લોચ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ફરિયાદી યુવતી તેના પિતા સાથે ગઈકાલે એક સ્ટુડીયોમાં ફોટા પડાવવા માટે આવી હતી, જે ફોટા લેવા માટે પિતા અંદર ગયા હતા. દરમિયાન યુવતીનો પીછો કરીને આરોપી તેની પાસે આવીને ઊભો રહ્યો હતો, અને પાછળથી મળવા માટેના ઈશારાઓ કરી રહ્યો હતો.

જે દરમિયાન યુવતીના પિતા આવીને જોઈ ગયા હતા. જે પોતાની પુત્રીને લઈને ઘેર પહોંચ્યા હતા, ત્યારપછી માતા સમક્ષ યુવતીએ સમગ્ર વાત કરી હતી, આથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ કરાઈ છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતીની માતાએ પણ આરોપી વિરૂધ અગાઉ  પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, અને જે કોર્ટ કેસ પણ હાલ ચાલી રહ્યો છે. જેના મન દુઃખના કારણે આરોપી યુવતીનો પીછો કરી રહ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.