Jamnagar : જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સવાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેના બંને હથિયારો કબજે કરી લેવામાં આવ્યા છે, અને વેપારી સામે હથિયાર ધારાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ નંદા નામના વેપારી કે જેઓ પાસે 32 બોરની એક પિસ્તોલ કે જે ઉધમપુરથી ખરીદી કરી હતી, અને બીજી 12 બોરની ડબલ બેરલ બંદૂક કે જેનું પણ લાયસન્સ મેળવ્યું હતું.
જેની રીન્યુ કરવાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સરકારી નિયમો અનુસાર તેમણે ફરીથી રીન્યુ કરાવવાનું હતું, અને તેઓએ હથિયાર રાખવા માટેના લાઇસન્સના નિયમનો ભંગ કર્યો હોવાથી એસ.ઓ.જીની ટીમ દ્વારા ભાવેશ ચંદુલાલ નંદાને ઘેર તપાસણી કરવામાં આવી હતી, અને અંદાજે રૂપિયા 1,20,000ની કિંમતના બન્ને હથિયારો કબજે કરી લેવામાં આવ્યા છે, અને તેઓ સામે આર્મસ એકટ કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


