કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણછોડભાઈ મૂળજીભાઈ ગમઢા નામના 69 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાની વાડીમાં બળજબરીપૂર્વક ઘુસી જઈ મગફળી અને તુવેરના ઊભા પાકમાં નુકસાની પહોંચાડવા અંગે, સાથો સાથ સેઢા પર લગાવેલી કાંટાળી તાર થાંભલા સહિત તોડી નાખવા અંગે રાજકોટ પંથકના અશ્વિન જીવાભાઇ મૈત્રા અને તેના ત્રણ સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે
ફરિયાદી ખેડૂતની જમીન આરોપીએ વેચાતી લીધી હતી, પરંતુ હાલ ફરી તે જમીનમાં વાવેતર કરતા હતા. દરમિયાન આરોપીએ આવીને ખેતરની થાંભલાની વાડ અને થાભલા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અંદર ઘૂસી ગઈ જે.સી.બી. ની મદદથી ઉભા પાકને ખોદી નાખ્યો હતો, અને મગફળી અને તુવેરના ઉભા પાકને નુકસાની પહોંચાડી હતી, જેથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, પોલીસ ટુકડી ચારેય આરોપીઓને શોધી રહી છે.