Get The App

GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો 1 - image

Bharuch News : દહેજ જીઆઇડીસીની જીસીપીએલ કંપની સંવેદનશીલ એકમ અને ઓફિસિયલી સિક્રેટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ફરિયાદના આધારે દહેજ મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા તાલુકાના લખીગામ ખાતે દહેજ જીઆઇડીસીના પ્લોટ નં.6 માં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (જીસીપીએલ) કંપની આવેલી છે. આ એકમને સલામતી માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા નીલ દેસાઈએ કંપનીના વોટ્સએપ ગ્રુપમાં કંપનીના અંદરના ભાગના ફોટા મુક્યા હતા. તપાસ કરતા કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના ટ્રેક્ટર ચાલક નટવર મગનભાઈ ગોહિલ (રહે-ડોલીયા ગામ ,ભરૂચ) એ ફોટા પાડ્યા હોવાનું બહાર આવ્યું હતું. જીસીપીએલ કંપની મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એકમ અને ઓફિસિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર થયેલ હોય બિનઅધિકૃત ફોટોગ્રાફી કરવી અને કોઈ ત્રાહિત વ્યક્તિને મોકલવી નિષેધ હોય જરૂરી તપાસ કરવા કંપનીના એચઆર મેનેજરએ નટવર ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.