Get The App

ગોંડલમાં પદ્મિની બા અને તેમના બે પુત્રો સહિત 5 સામે FIR, વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યાનો આરોપ

Updated: Apr 19th, 2025

GS TEAM

Google News
Google News
ગોંડલમાં પદ્મિની બા અને તેમના બે પુત્રો સહિત 5 સામે FIR, વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યાનો આરોપ 1 - image

Padminiba Vala  News : રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને રૂ. 7-8 લાખ પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. 

જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના દીકરા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.

બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો કે મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. આરોપ છે કે બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી. 

આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં 16મીએ રાત્રે વૃદ્ધને પદ્મિનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. પછી તેમણે ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી. મવડી ઓફિસે આવી રૂ. 7-8 લાખમાં પતાવટ કરી ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઈ ગયેલાં વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.