વડોદરા કોર્પોરેશનમાં હંગામો કરનાર યુથ કોંગ્રેસના આગેવાન સહિત ચાર સામે ગુનો દાખલ
Vadodara : વડોદરામાં તરસાલીના આનંદ નગર સોસાયટીમાં રહેતા રોપણ ભંડારી કોર્પોરેશનમાં બેન્ડ કમ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નવા જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે 5:00 વાગે કોર્પોરેશનના પ્રથમ માળે સયાજીરાવ સભા ગૃહમાં સામાન્ય સભા હોય હું મેયર કચેરીને બહાર ગેટ પાસે હાજર હતો અને અન્ય સિક્યુરિટી ગાર્ડ તથા અધિકારીઓ પણ હાજર હતા. તે દરમિયાન મેઈન ગેટથી યુથ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી આવેદનપત્ર આપવા માટે ભેગા થયેલા અને સભા શરૂ થતા યુથ કોંગ્રેસ પક્ષના આગેવાન પવન ગુપ્તા તથા નિખિલ સોલંકી, મુનાફ તથા યશ રાજપુત અને અન્ય લોકો સામાન્ય સભાના હોલ પાસે આવી ગયા હતા અને સભા હોલની અંદર જોવા માટે જોર જોરથી સૂત્રોચાર કરવા લાગ્યા હતા અને અમારા સ્ટાફ સાથે ધક્કા મુક્કી કરી અમારી ફરજમાં અડચણ કરી હતી.