Get The App

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Fraud Case : જામનગરમાં ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતા અને ગોકુલ નગર વિસ્તારમાં હની ઝીંક ટ્રેડિંગ નામની બ્રાસને લગતી પેઢી ચલાવતા ચિરાગભાઈ ભુપતભાઈ ફલીયા નામના વેપારી યુવાને પોતાની સાથે 53,90,995 ની રકમની છેતરપિંડી કરવા અંગે અમદાવાદમાં રહેતા હર્ષદકુમાર પટેલ, રવિ બાબુભાઈ સુતરીયા, અને ધર્મેન્દ્ર હરિભાઈ ઠકકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીની પેઢીમાં અમદાવાદના ત્રણેય વેપારી આરોપીઓ બ્રાસમાં વપરાતી માટી (બ્રાસ એસ) જોવા માટે આવ્યા હતા, અને તે પસંદ પડ્યું હોવાથી વેપારી પાસેથી કુલ 197 ટન જેટલો જથ્થો મંગાવ્યો હતો, જે પહોંચાડી દીધા બાદ એક માસમાં તેનું પેમેન્ટ કરી દેવાનું હતું, પરંતુ સમય મર્યાદા પૂરી થઈ જવા છતાં ત્રણેય વેપારીઓએ રકમ ચૂકવી ન હતી.

 જેથી જામનગરના વેપારી ચિરાગભાઈ અમદાવાદની પેઢીમાં મળવા માટે ગયા હતા, જે દરમિયાન આરોપીઓએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધા બાદ ધમકી આપી હતી અને તમને અહીં દાટી દેશું, તેમ કહેતાં ડરના માર્યા વેપારી જામનગર પરત ફર્યા હતા, અને આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.