Updated: Mar 14th, 2023
ભુજ, સોમવાર
ભુજના ભીડનાકા બહાર સર્વા મંડપ વિસ્તારમાં બાળકો સાયકલ ચલાવવા મુદે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખીને બે પરિવારો વચ્ચે ધોકા અને લોખંડના પાઇપ તવીથાથી ધિંગાણું થયું હતું. જેમાં બન્ને પક્ષના ૬ લોકોને ઇજાઓ પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરાથી આરોપીઓ સામે ગુનો નોંધી વાધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પૂજાબેન દિપકભાઈ પરમારએ બી ડિવિઝન પોલીસ માથકમાં ઉમાબેન લાધા પરમાર, ભગવતીબેન લાધા પરમાર, લાલજી લાધા પરમાર, કવિતા પરેશ વાઘેલા વિરૃાધ ફરિયાદી નોંધાવી છે. ફરિયાદીનો દિકરો સાઈકલ ચલાવતો હોઈ અહીં સાયકલ ન ચલાવી કહીને આરોપીઓએ ગાળા ગાળી કરી હતી. ફરિયાદી મહિલાએ ગાળો આપવાની ના કહેતા આરોપીઓએ ફરિયાદીને ધકબુશટનો માર માર્યો હતો. જેાથી ફરિયાદીના સસરા અને પતિ છોડાવવા માટે વચ્ચે પડતાં આરોપી લાલો ઘરેાથી લોખંડનો પાઈપ લઈ આવ્યો અને ફરિયાદીને માર્યો હતો. તો અન્ય એક આરોપી ઉમા લાધા પરમારે ધોકો લઈને આવી ફરિયાદીને ડાબા પગમાં અને હરખુબેન લાધા પરમારે છુટા પથૃથરના ઘા કરતાં પતિ દિપકને માથાના ભાગે પથૃથર વાગ્યો હતો. રાડારાડી થતાં માણસો ભેગા થઈ ગયા અને આરોપીઓ ચાલ્યા ગયા હતા. તો સામાપક્ષે લાધાજી નારણ પરમારે પૂજા દિપક પરમાર, દિપક પ્રાગજી પરમાર, વિજય માવજી વાઘેલા, પ્રકાશ કાનજી પરમાર, પ્રાગજી નારણ પરમાર, જયંતિ, ભચીબેન અને રતનબેન સામે ફરિયાદ લખાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ રાત્રે દિકરાની કેબીનમાં બેઠા હતા, ત્યારે પૂજા આવી અને મારી દિકરી ભગવતીને કહેવા લાગી કે, તું અમારી ઈર્ષા કેમ કરે છે, તેમ કહી ગાળો આપતા ગાળો બોલવાની ના કહેતા દિકરો લાલજી બહાર આવ્યો ત્યારે આરોપી દિપકે કુહાડી લાલજીના ગાલ પર મારી હતી. અને ધોકો પગના ભાગે ફટકાર્યો હતો. તાથા અન્ય આરોપીઓએ આવીને છુટા પથૃથરના ઘા કર્યા હતા. ફરિયાદીની દિકરી ભગવતી અને પ્રાગજીના દિકરાની વહુ પૂજાનો અગાઉ ઝઘડો થયો હોઈ તેનું મનદુાથખ રાખી માર માર્યો હોવાનું પોલીસમાં જણાવાયું હતું. આ ઝઘડામાં ઉમાબેન લાધા પરમાર કે જે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેણે આરોપી દિપક પ્રાગજી પરમાર, પૂજા દિપક પરમાર, પ્રાગજી પરમાર, રતનબેન ખીમજી પરમારફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ પથૃથર મારો કરીને ફરિયાદીને ધોકા માર્યા હતા. તો, પ્રાગજી નારણ પરમારે આરોપીઓ ઉમા, ભગવતી, નવીન, પ્રકાશ, લાલજી, ધનીબેન, હરખુબેન, લાધુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી પોતાની કેબીનમાં હતા. ત્યારે ઝઘડાનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીના દિકરી વહી પૂજાને ગાળો આપી તાવીથો માર્યો હતો. તો ફરિયાદીને લોખંડના પાઈપાથી પીઠના ભાગે અને ભત્રીજા હરેશને માથાના ભાગે માર માર્યો હતો. જમાઈ વિજય પર છુટા પથૃથર ફેકાયા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરાથી આરોપીઓ વિરૃાધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.