જામનગર અને ધ્રોળની બેંકના ATMમાં નાણા નહીં ભરી રૂપિયા 31.36 લાખની છેતરપિંડી કરનાર ખાનગી કંપનીના બે કસ્ટોડિયલ સામે પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમાં ધ્રોળની બેન્કના એટીએમમાં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવાની જવાબદારી સોપાઈ હતી, જે બંનેએ જુદા જુદા એટીએમમાં કુલ 31 લાખ 36 હજાર રૂપિયા જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટની એક ખાનગી કંપનીમાં કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશી કે જે જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમમાં નાણા જમા નહીં કરાવી કુલ 31.36 લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમમાં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે, અને આવી ખાનગી કંપનીના બેક કર્મચારીઓ કે જેઓને કસ્ટોડિયા તરીકે નિમણૂક અપાય છે, અને જેઓ દ્વારા પાસવર્ડ મેળવીને બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવા અને જમા કરાવવાની જવાબદારી હોય છે.
ઉપરોક્ત બંને આરોપીઓ પ્રકાશ કે જે જામનગર શહેરના લીમડા લઈને રણજીત સાગર રોડ પ્રાર્થના કોલોની સામે આવેલી એસ.બી.આઈ. ની કચેરી નવાગામ ઘેડ અને દરેડની બ્રાન્ચ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન રૂપિયા 31.36 લાખની રકમ જમા નહીં કરાવી પતાના અંગત ઉપયોગમાં વાપરી કરી હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે બંને આરોગ્ય સામે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.