Get The App

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી નુરજહાંબેન ઇમરાનભાઈ ભાયા નામની 30 વર્ષની યુવતીને ગઈકાલે પોતાના ઘેર ફિનાઈલ પી લીધું હોવાથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેની મોટીબેન મેમુનાબેન કે જેના ઉપર પોતાના મકાનમાં નીચેના ભાગે રહેતા પોતાના જ માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયાએ છરી વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ફિનાઈલ પી લેનાર નુરજહાંબેન તેમજ છરી વડે ઈજાગ્રસ્ત બનનાર તેની મોટી બહેન મેંમણાબેન બંનેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નુરજહાંબેનને આરોપી અસરફની માતા સાથે ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને અશરફ ગઈકાલે નુરજહાંબેનને માર મારતો હતો, જેથી તેણી એ પોતાની મોટી બહેન મેંમુના બેનને બોલાવી લીધી હતી. જે છોડાવવા માટે વચ્ચે પડતાં અશરફે મેમુનાબેન ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો, અને બંને બહેનોને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતાં નુરજહાંબેને ફિનાઈલ પી લીધું હતું. હાલ બંને બહેનો સારવાર હેઠળ છે. પોલીસ હુમલાખોર આરોપી અશરફ ભાયાને શોધી રહી છે.