Get The App

નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ 1 - image

- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નડિયાદ કોર્પોરેશન દ્વારા ચેકિંગ 

- રસોડાની આસપાસ ગંદકી હોવાથી કાર્યવાહી ખાદ્ય પદાર્થોના નમૂના લઇ પરિક્ષણમાં મોકલાયા 

નડિયાદ : નડિયાદની વુડલેન હોટેલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નડિયાદ મનપાએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું. હોટેલમાં જમવા આવેલા ગ્રાહકને ભોજનમાંથી કાંકરો નિકળતા ફૂડ વિભાગને જાણ કરી હતી. બાદમાં હોટલમાં તપાસ કરતા રસોડામાં ગંદકી જણાતા પાંચ હજારનો દંડ કરાયો છે. 

નડિયાદ શહેરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નડિયાદ કોર્પોરેશન દ્વારા વુંડલેન હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કોર્પોરેશનની ટીમને હોટેલની તપાસ દરમિયાન રસોડાની બહારની બાજુએ ગંદકી જોવા મળી હતી. જે જાહેર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન સૂચવે છે.

 આ ગંભરી મુદ્દાને ધ્યાનમાં રાખીને હોટેલને સ્થળ પર કોંપોરેશનને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિવિધ ખાધ્ય પદાર્થોના નમૂલા લઇને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાનો રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.