વડોદરાના તરસાલીમાં રાત્રે મોબાઈલ ચોરીનો આરોપ લગાવી ફાઇનાન્સર પર હુમલો
Vadodara Crime : વડોદરામાં તરસાલીના મંગલા ગ્રીનમાં રહેતો ફાઇનાન્સર કુણાલ દુર્ગાપ્રસાદ કપૂર ગઈકાલે રાત્રે 10:30 વાગે મિત્ર વેદ હેમંતકુમાર ભટ્ટ સાથે તરસાલી સોમા તળાવ રોડ પર આવેલા ગલ્લા પર ગયો હતો. પડીકી ખાઈને તેઓ મોબાઇલમાં ગેમ ગમતા હતા તે દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ આવીને તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો કે તે છોકરીનો મોબાઇલ ફોન ચોરી કર્યો છે તે પરત આપી દે. કુણાલે મેં કોઈ ફોન ચોરી નથી કર્યો તેવું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફાઇનાન્સરના માથામાં પાઇપના ફટકા માર્યા હતા. તેમજ પથ્થર વડે માથામાં ઈજા પહોંચાડી હતી. ફાઇનાન્સરના મિત્રો તેને છોડાવવા પડતા તેઓની ઉપર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો.