Gujarat
એમએસયુ ખાતે આયોજિત ત્રિ- દિવસીય યુટીટી ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલ મેચો રમાશે
By GS TEAM
19 Jul 20251 min read

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા એમએસયુનિવર્સિટી ખાતે આયોજિત સીઝનની બીજી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલ મેચો સાથે વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે.
બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-૨૦૨૫ના બીજા દિવસે બોયઝની ઇવેન્ટ્સ સેમિફાઇનલ તબક્કામાં પહોંચી હતી. તથા ગર્લ્સની મેચોની શરૂઆત થઈ હતી. ટુર્નામેન્ટ આજે બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરી માટે અંતિમ તબક્કામાં પહોંચી છે. નવા આવનારા પેડલરોએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. હવે આવતીકાલે રવિવારે ટુર્નામેન્ટના છેલ્લા દિવસે બાકીની તમામ મેચો સાથે ફાઇનલ સુધીની બધી વેટરન્સ મેચો રમાશે. વેટરન્સ મેચો સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. જુનિયર અંડર-૧૯ છોકરાઓ, મહિલા સિંગલ્સ અને પુરુષોની સિંગલ્સ ફાઇનલ સાંજે ૫ વાગ્યે યોજાશે અને ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજાશે.








