ધો.12 સા.પ્ર. અને વિ.પ્ર.ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ
- બોર્ડની રેગ્યુલર પરીક્ષા બાદ પુરકની તૈયારી
- આગામી તા.19 મે સુધી નાપાસ, એક કે વધુ વિષયમાં નાપાસ કે પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ આવેદનપત્રો ભરી શકશે
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર જિલ્લામાંથી ૫૫૬ અને સામાન્ય પ્રવાહમાં ૬૬૯ને પુનઃ પ્રયત્ન અપાયો છે. આમ વિદ્યાર્થી ગેરહાજર અથવા એક કે તેથી વધુ વિષયમાં અનઉતિર્ણ (નાપાસ) હોય ગુણપત્રકમાં નીડ ઇન્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી ઉતિર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ આ પુરક પરીક્ષા આપી શકે છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બોર્ડની નિયત વેબસાઇટ પરથી શાળા દ્વારા ઓનલાઇન આવેદનપત્ર તથા ફી ભરવાની કામગીરી ગઇકાલથી શરૂ કરી દેવાય છે. ધો.૧૨ સા.પ્ર. અને વિ.પ્ર. સાથે સંસ્કૃત મધ્યમાના પણ આવેદનપત્રો તા.૧૯ મે સુધી સ્વિકારવામાં આવશે. જ્યારે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે.