Gujarat

વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ

By GS TEAM
25 Aug 20251 min read
TukuTouch Logo
નવલખી કૃત્રિમ તળાવ પર તારાપા ગોઠવી દેવાયા, સીસીટીવી કેમેરા લગાવ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ

Vadodara Ganeshotsav 2025 : વડોદરામાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તારીખ 27 થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે અને ત્યારથી જ દિવસો મુજબ તબક્કા વાર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન પણ શરૂ થઈ જશે. શહેરમાં કોર્પોરેશન દ્વારા દર વર્ષની આઠ જેટલા માફક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું નવલખી ખાતેનું કૃત્રિમ તળાવ છે, જ્યાં છેલ્લા એકાદ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે.

હાલ તળાવ ફરતે રેલિંગ અને તેની બહાર પણ સેફટીને ધ્યાનમાં રાખી સેફટી બેરીકેડ બનાવવા ઉપરાંત સીસીટીવી ગોઠવવાની કામગીરી પણ ચાલી રહી છે. અહીં મૂર્તિ વિસર્જન માટે તરાપા રાખી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે વડોદરામાં નવલખી તળાવ ખાતે હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. જેને ધ્યાનમાં રાખીને અહીં આ વખતે કામગીરી થઈ રહી છે. મોટા કદની મૂર્તિઓ પણ અહીં લાવવામાં આવે છે, જેથી વિસર્જન કરવામાં સરળતા રહે.