એપાર્ટમેન્ટના મેન્ટેનન્સના રૂપિયા ઉઘરાવવા બાબતે ઝઘડો થતા મારામારી
Image Source: Freepik
વડોદરા, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર
એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ના રૂપિયા ઉઘરાવવા બાબતે ઝઘડો થતા મારામારી થઈ હતી જે અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વાઘોડિયા રોડ ગૌરીશંકર એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ ગલાભાઈ ડામોર કડાણા ડેમ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પાસેથી મેન્ટેનન્સના ખર્ચ દર મહિને ઉઘરાવતો હતો અને આ મહિને મકાન દેખ 170 રૂપિયા ખર્ચ આવે જે ઉઘરાવવા માટે હું ગત આઠમી તારીખે સવારે 11 વાગ્યે એપાર્ટમેન્ટમાં ભાડુઆત તરીકે રહેતા અમિત પ્રમોદભાઈ ગોર ના ઘરે ગયો હતો મેન્ટેનન્સ રૂપિયા બાબતે અમારે બોલાચાની ઝઘડો થયો હતો મેં તેઓને કહ્યું હતું કે આવું નહીં ચાલે મેન્ટેનન્સ ના રૂપિયા તમારે આપવા પડશે ત્યારબાદ રાત્રે 8:30 વાગે હું તથા મારી પત્ની અને સંતાનો દિવાળીના કપડા લેવા માટે આજવા રોડ નવજીવન ખાતે ગયા હતા ખરીદી કરીને અમે રાત્રે 9:30 વાગે પરત આવ્યા ત્યારે એપાર્ટમેન્ટના ગેટ પાસે અમિત ગોર તથા તેના પિતા પ્રમોદભાઈ હતા અને મને ગાળો બોલી, માર માર્યો હતો. અમિતે મારા ડાબા હાથની આંગળીમાં બચકું ભરી લીધેલું અને ધક્કો મારતા હું નીચે પડી ગયો હતો મારી પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ અમિત અને તેના પિતા માર માર્યો હતો લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને મને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા