Gujarat

પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી

By GS TEAM
6 Dec 20251 min read
પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી

વડોદરાપાણીગેટ કહાર મહોલ્લામાં પાનનો ગલ્લો ચલાવતી મહિલા સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે  પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા સુનીતાબેન સુરેશભાઇ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે હું મારા ગલ્લા પર હતી. હું મારા પતિને નોકરી ધંધા અંગે સમજાવતી હતી. તે દરમિયાન રાકેશ જગદીશભાઇ કહાર આવીને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. મેં તેને અમારા ઘરમાં વચ્ચે નહીં બોલવા માટે કહેતા તેણે ઉશ્કેરાઇને ઝપાઝપી શરૃ કરી હતી. મારી દીકરી છોડાવવા વચ્ચે  પડતા તેને પણ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં પોલીસને કોલ કરતા રાકેશ ભાગી ગયો હતો.