Gujarat

સુભાનપુરામાં દુકાનની સાફ સફાઇના મુદ્દે મારામારી

By GS TEAM
14 Oct 20251 min read
સુભાનપુરામાં દુકાનની સાફ સફાઇના મુદ્દે મારામારી

વડોદરા,સુભાનપુરામાં દુકાનના સાફ સફાઇના મુદ્દે બે દુકાનદારો વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવા નવદુર્ગા સોસાયટીમાં રહેતા મહંમદહનિફ અબ્દુલકાદર શેખની સુભાનપુરા હાઇ ટેન્શન રોટ પર વિમલનાથ કોમ્પલેક્સમાં ગાદલાની દુકાન છે.  ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મેં મારી દુકાન સવારે ખોલી હતી. નજીકમાં આવેલી ફર્નિચરની દુકાનવાળા કમાલભાઇનો દીકરો ગ્રાઇન્ડર મશીનથી સાફ સફાઇ કરતો હતો. જેનો કચરો અમારી દુકાન તરફ આવતો હોઇ જેથી, હું તેને કહેવા ગયો હતો. પરંતુ, તેણે મારી વાત ધ્યાને લીધી નહતી. તેઓએ મારી ફેંટ પકડી મારવાની ધમકી આપી હતી. કોમ્પલેક્સના અન્ય દુકાનદારો દોડી આવતા અમને છોડાવ્યા હતા. ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.