Gujarat

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન DJનો અવાજ ધીમો કરવા મુદ્દે ડીજે ઓપરેટર અને બે ભાઈઓ વચ્ચે મારામારી થતાં નવાપુરા પોલીસે સામસામે ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો

Vadodara Crime : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન DJનો અવાજ ધીમો કરવા મુદ્દે ડીજે ઓપરેટર અને બે ભાઈઓ વચ્ચે મારામારી થતાં નવાપુરા પોલીસે સામસામે ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, સંગમ ચાર રસ્તા પાસે આશિષ પાર્ક સોસાયટીમાં રહેતા અને DJ વ્યવસાય કરતા કરણ અર્જુનસિંહ વાલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 11 ડિસેમ્બરના રોજ કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગે DJ વગાડવાનો ઓર્ડર મળ્યો હતો. રાત્રે આશરે 8:45 વાગ્યે તેમણે DJ શરૂ કર્યું ત્યારે વિપુલ નગીન પઢિયાર અને દેવાંગ નગીન પઢિયાર ત્યાં આવી મોટા અવાજે DJ કેમ વગાડો છો? કહી ગાળો આપી DJ બંધ કરાવ્યું હતું. બાદમાં બંને ભાઈઓએ લોખંડની કોંસ અને પાઇપ વડે હુમલો કર્યાનો આરોપ મૂકાયો છે. આ હુમલામાં કરણને માથામાં ઇજા પહોંચી અને ત્રણ ટાંકા આવ્યા છે. સાથે જ DJ સિસ્ટમને પણ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું છે. 

બીજી તરફ, વિપુલ પઢિયારે ફરીયાદમાં જણાવ્યું કે, તેમણે DJનું સાઉન્ડ ધીમું કરવાની વિનંતી કરતાં DJ સંચાલક, લાઇટમેન અને ઓપરેટરે તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી ધમકી આપી હતી. વિપુલના કહેવા મુજબ, DJના લાઇટમેનએ લોખંડની પાઇપથી તેમની ઉપર હુમલો કરતા પોતાની બચાવમાં તેમણે તે પાઇપ ઝૂંટવી લાઇટમેનને મારી હતી. વિપુલે ત્રણ અજાણ્યા શખ્સો સામે પણ ફરિયાદ નોંધાવી છે.

નવાપુરા પોલીસએ બંને પક્ષની ફરિયાદો આધારે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.