Gujarat

સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી

By GS TEAM
20 Sep 20251 min read
સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી

 વડોદરા,સોસાયટીના હિસાબ બાબતે થયેલી તકરારના કારણે સોસાયટીના રહીશો વચ્ચે ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

માંજલપુર પાર્થભૂમિ, મારૃતિધામમાં  રહેતો ઉમેશ કમલેશભાઇ પાટિલ ડી.જે. સિસ્ટમનો ધંધો કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારી સોસાયટીમાં પ્રમુખ તરીકે મિનેષભાઇ સુરેન્દ્રભાઇ જાદવ છે. નિપુલ સુરેશભાઇ પટેલ અગાઉ સભ્ય હતા.પરંતુ, તેઓ હિસાબ આપતા નહી ંહોવાથી અમે તેઓને સભ્ય તરીકે કાઢી નાંખ્યા હતા. ગણપતિના તહેવારમાં તે અમને હેરાન કરી ૧૦૦ નંબર  પર કોલ કરતો હતો. ગત ૭ મી સપ્ટેમ્બરે નવરાત્રિના ગરબા કરવા માટે મારૃતિધામ યુવક મંડળના ગ્રાઉન્ડ  પાસે મિટિગ રાખી હતી. આ મિટિંગમાં રાતે સાડા બાર વાગ્યે નિપુલ આવ્યો હતો.નવરાત્રિના કામ બાબતે તેણે મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. ત્યાં હાજર લોકોએ મને છોડાવ્યો હતો. તે સમયે મેં ફરિયાદ આપી નહતી. પરંતુ, ત્રણ દિવસ પહેલા અમને નવરાત્રિનો ફાળો ઉઘરાવવા ગયા ત્યારે તેણે મારી સાથે ફરીથી ઝઘડો કરી માર માર્યો હતો.