Gujarat

તાંદલજામાં શાકભાજીનો પથારો કરવાના મુદ્દે મારામારી

By GS TEAM
28 Sep 20251 min read
તાંદલજામાં શાકભાજીનો  પથારો કરવાના મુદ્દે મારામારી

વડોદરા,શાકભાજીનો પથારો કરવાના મુદ્દે તાંદલજામાં મારામારી થતા દંપતીને ઇજા થઇ હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તાંદલજા એકતા નગરમાં રહેતા અમજદખાન નાસીરખાન પઠાણે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે આઠ વાગ્યે મારી પત્ની કિસ્મત ચોકડીની બાજુમાં શાકભાજીના પથારા પર શાક વેચતી હતી.તે દરમિયાન અમારા મહોલ્લામાં રહેતા અરબાજખાન નફીસખાન પઠાણે આવીને ઝઘડો શરૃ કરી કહ્યું હતું કે, અમારા પ્લોટમાં તમે પથારો  રાખ્યો છે. તેણે પથારો હટાવી લેવાનું કહ્યું હતું. મારી પત્નીએ ફોન કરતા હું પણ ત્યાં ગયો હતો અને અરબાજભાઇને ગાળો બોલવાની ના પાડી હતી. તેની માતા અને  પિતા પણ આવી ગયા હતા. તેઓએ અમારી પર હુમલો કર્યો હતો. મહોલ્લાના લોકોએ ભેગા થઇને અમને છોડાવ્યા હતા. આરોપીઓએ જતા સમયે અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.