Gujarat

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી

By GS TEAM
25 Sep 20251 min read
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી

બનાવ અંગે પોલીસે બે હુમલાખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

કલોલ :  કલોલ ના પૂર્વમાં મંદિર આગળ રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થતાં મામલો મારામારી માં પરિણમ્યો હતો બનાવ અંગે પોલીસે હુમલો કરનાર બે લોકો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા સલાટવાસમાં રહેતા રામુભાઈ મણિલાલ સલાટ નો દીકરો મંદિર આગળ રમી રહ્યો હતો ત્યારે તેમના વાસમાં રહેતા મનોજભાઈ મથુરભાઈ ના દીકરા સાથે તેમના દીકરાને ઝઘડો થઈ ગયો હતો જેથી રામુભાઇ આ બંનેને ઝઘડો ન કરવા માટે સમજાવી રહ્યા હતા ત્યારે મનોજભાઈ મથુરભાઈ ના મકાન માલિક રણજીતજી બાબુજી દરબાર ત્યાં આવી ચડયા હતા અને તેઓએ મનોજના દીકરાનો ઉપરાણું લઈને રામુભાઇ સલાટને ગાળો બોલી હતી આ દરમિયાન રણજીતસિંહ નો ભત્રીજો ભયલુજી છનાજી દરબાર હાથમાં લોખંડનો પંચ પહેરીને આવ્યો હતો અને તેણે રામુભાઇને મોઢા ઉપર પંચ મારી દીધો હતો આ હુમલામાં તેમને આંખના નજીકના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે હુમલો કરનાર રણજીતજી બાબુજી દરબાર અને ભયલુજી છનાજી દરબાર સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.