ઉમરેઠના અહિયા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી

અપશબ્દો બોલતા મામલો બિચકતા ચાર વ્યકિતને ઇજા, સામસામે ફરિયાદ નોંધાવી
ઉમરેઠના અહિમા ગામે રહેતા આશાબેન ગજેન્દ્રસિંહ ચૌહાણ પોતાની પુત્રી સાથે તબેલા પરથી ઘરે આવી રહ્યાં હતા. ત્યારે ભાથીજી મંદિર નજીક સવિતાબેન જગદીશભાઈ ચૌહાણ, દક્ષાબેન કરણસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ જગદીશભાઈ ચૌહાણ અને જગદીશભાઈ મણીભાઈ ચૌહાણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યુંું હતું. જેથી તેમણે અપશબ્દો બોલવાની ના પાડતા સવિતાબેન અને દક્ષાબેને દીપિકાબેનને માર માર્યો હતો, જ્યારે પ્રકાશભાઈએ માર મારી ધમકી આપી હતી.
સામા પક્ષે દક્ષાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, વડોદરાના ડેસરના નવા સિહોરા ગામે રહેતા વનરાજસિંહ ઉર્ફે જીગો દલપતસિંહ પરમાર, દલપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર,નરેન્દ્રસિંહ ઉર્ફે નયલો ભગવાન સિંહ પરમાર અને જાગૃતીબેન વનરાજસિંહ પરમાર તેમના ઘરે આવી ઝઘડો કરી જાગૃતિ બેને દક્ષાબેનના વાળ પકડીને માર માર્યો હતો.
વનરાજસિંહે દક્ષાબેન તથા તેમના સસરા જગદીશભાઈને દંડાથી માર માર્યોે હતો અને તેમના જેઠ પ્રકાશભાઈને દલપતસિંહે ડંડો મારી ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

