Gujarat

રોડ પર છારૃ નાંખવાના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી

By GS TEAM
8 Jul 20251 min read
રોડ પર છારૃ નાંખવાના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી

 વડોદરા,આજવા રોડ પર સિકંદરપુરા ગામ નજીકની સોસાયટીમાં છારૃ નાંખવા બાબતે તકરાર થતા બે  પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જેમાં છ લોકોને ઇજા પહોંચી હતી.

આજવા રોડ સિકંદરપુરા ગામ નજીક ધ પેલેસની સામે શીવનગરમાં રહેતા સાગર નાજાભાઇ ભરવાડે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા ઘરના આગળના રોડ પર કાદવ થયો હોવાથી છારૃ નાંખવા બાબતે  નજીકમાં રહેતા વસરામભાઇ મીર તથા તેમના સગા  દ્વારા કુહાડી અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.

જ્યારે સામા પક્ષે વસરામભાઇએ  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નાજાભાઇ કસોટીયા, સાગર કસોટીયા તથા અન્યએ લોખંડની પાઇપ, સળિયો અને લાકડીથી હુમલો કર્યો હતો. કપુરાઇ  પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.