ભૂંડ પકડવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી : છરીથી હુમલો
ગાંધીનગરના લવરપુર ગામ પાસે
ઘણા સમયથી ચાલી આવતી તકરાર વચ્ચે પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈને સાત સામે ગુનો દાખલ કર્યો
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના
શિવનગર સોસાયટીની બાજુમાં રહેતા રાજવીરસિંગ ખુમાનસિંગ સરદાર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે તે અને તેના પિતા કાકા જીપ લઈને ભૂંડ પકડવા માટે નીકળ્યા
હતા તે દરમિયાન લવારપુર ગામ પાસે તેના કાકા સસરા કરતારસિંગ લેહનાસિંગ સરદાર, સાળો અવતારસિંગ
લાખણસિંગ સરદાર, કમલસિંગ
સરદાર અને તિલકસિંગ સરદાર ભૂંડ પકડવા માટે જીપ લઈને મળી ગયા હતા
જેથી બંને લોકોએ વાહનો ઉભા રાખ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તુ થોડા દિવસ અગાઉ અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડી ગયો હતો. જેથી અમે તમારા વિસ્તારમાં ભૂંડ પકડવા આવ્યા નથી તેમ કહીને નિકળી ગયા હતા. ત્યારબાદ ફરીથી લવારપુર બ્રીજ પાસે વાહન ઉભુ રખાવ્યુ હતુ અને આ બાબતે બબાલ કરવા લાગ્યા હતા. જેમાં ઝપાઝપી બાદ ડાલામાંથી ચપ્પુ કાઢી જમાઇને મારવામાં આવતા ઇજાઓ થઇ હતી. ઝગડો વધારે મોટો થતા લોકો બચાવવા આવ્યા હતા અને છોડાવ્યા હતા. જ્યારે ધમકી આપી હતી કે, ફરીથી અમારા વિસ્તારમાં આવશો તો જાનથી મારી નાખીશુ. બીજી તરફ કરતારસિંગ લેહનાસિંહ ટાંક દ્વારા તેમના વેવાઇ, જમાઇ સહિતના સગા સામે ફરિયાદ નોંધાવી હતી. ડભોડા પોલીસે બંને પક્ષે સાત લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.