Gujarat
પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી
By GS TEAM
5 Jan 20261 min read

વડોદરા,હાથીખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરતા બે સગાભાઇઓ સહિત કુલ ચાર આરોપીઓ સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો જાહેરમાં મારામારી કરતા દેખાતા હતા. આ વીડિયો અંગે કુંભારવાડા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હાથીખાના ગેટ ૧ ની સામે મારામારી થઇ હતી. બે સગા ભાઈઓ વચ્ચે પતંગની લારી લગાવવા બાબતે અંદરો અંદર ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં (૧) અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (૨) અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (બંને રહે. હાથીખાના ગેટ ૧ ની સામે ઇન્દિરા નગર ) તથા બીજા પક્ષે (૩) અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ તથા (૪) આરીફ સલીમભાઈ મલેક (રહે. અજબડી મિલ, યાકુતપુરા )સામેલ હતા. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









