વડોદરાઃ વડોદરામાં કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ચાર્જશીટ પણ દાખલ થઇ હતી.જે ગુનામાં અગાઉ પકડાયેલા બે ભાઇઓ વચ્ચે સામસામે હુમલા થતાં બંને પક્ષે ફરિયાદ નોંધાવાઇ છે.
કારેલીબાગ બાળ રિમાન્ડ હોમ પાછળ ઇન્દિરાનગરમાં રહેતી સાઇસ્તા અક્બર સુન્નીએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સાંજે નજીવી બાબતે તકરાર કરી સ્કૂટર પર બેઠેલા જેઠ હુસેન કાદરમીયા સુન્નીએ મને અને મારા પતિને ગાળો ભાંડી માર માર્યો હતો તેમજ સ્કૂટર અથાડી સામાન પાડયો હતો.
સામે પક્ષે હુસ્નાબાનુ હુસેન સુન્નીએ પોલીસને કહ્યું છે કે,બોલાચાલી બાદ અક્બર કાદરમીયા સુન્નીએ મારા પતિને માર માર્યો હતો અને લાકડાનો ફટકો મારી હુમલો કર્યો હતો.પોલીસે બંને પક્ષના આરોપીઓની તપાસ હાથ ધરી છે.


