Gujarat

એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી

By GS TEAM
23 Sep 20251 min read
એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી

વડોદરાઃ એમએસ યુનિ.ગેટની હોસ્ટેલ બહાર રાતે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

એસપી હોલ ખાતે રહેતા મૂળ જામ નગરના વતની સાહિલ પરમારે પોલીસને કહ્યું હતું કે,તા.૨૨મીએ રાતે ૧૧.૩૦ વાગે હું અને દિવ્યરાજસિંહ ગોહિલ હોસ્ટેલના ગેટ પાસે ઉભા હતા ત્યારે અવિનાશ ઠાકોર આવ્યો હતો અને અહીં ગાળો કેમ બોલો છો તેમ કહી ઝપાઝપી કરી હતી અને દિવ્યરાજને લાકડીથી માર મારતાં ઇજાઓ થઇ હતી.

સામે પક્ષે સયાજીગંજના ગણેશ નગરમાં રહેતા અવિનાશ ઠાકોરે પોલીસને કહ્યું હતું કે,દિવ્યરાજસિંહ મહોબતસિંહ ગોહિલ અને સાહિલ બિરજુભાઇ પરમાર(બંન એસપી હોલ) ગાળો બોલતા હોવાથી મેં તેમને રોકતાં સાહિલે મને પકડી રાખ્યો હતો અને દિવ્યરાજે  સાંકળ વડે માર મારતાં મને ઇજાઓ થઇ હતી.