વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fight Between School Students In Vadodara : રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હિંસક હુમલોની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં રોડ પર મારામારી કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ એકબીજાને ઢીકાપાટુનો માર મારી રહ્યા છે.
સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી
સોશિયલ મીડિયા અને અન્ય કોઈ પરિબળોની અસરના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓની માનસિકતા હિંસક બની રહી છે. જેના કારણે સ્કૂલોમાં અને સ્કૂલ કેમ્પસની બહાર વિદ્યાર્થી વચ્ચે મારામારી અને એકબીજા પર હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે.
આવી જ એક ઘટના, વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રસ્તા પર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે.
જોકે, વિદ્યાર્થીઓ કયા કારણોસર મારામારી થઈ અને આ વિદ્યાર્થીઓ કયા ધોરણમાં અભ્યાસ કરે છે, તેની જાણ હજુ સુધી થઈ નથી. બીજી તરફ, વિદ્યાર્થીઓના આ પ્રકારના ઝઘડા અને હુમલાની ઘટનાને પગલે વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે.








