Get The App

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી

સ્કૂલમાં માફી પત્ર લખી સમાધાન કર્યા પછી રાત્રે ફરીથી ઝઘડો _: ૭ ઝડપાયા

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી 1 - image

વડોદરા,મકરપુરા વિસ્તારની યાન્સી સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા  પ્રિન્સીપાલે બંનેના વાલીઓને બોલાવી સમજાવી માફી પત્ર લખાવી સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ રાત્રે વાલીઓ વચ્ચે મારામારી થતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ૭ ને ઝડપી પાડયા છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે  સ્કૂલમાં સમાધાન થયા પછી રાતે આઠ વાગ્યે બંને વિદ્યાર્થીઓના વાલીઓ  અને ઓળખીતાઓ વૃંદાવન સ્કૂલ પાસે ભેગા થયા હતા. તેઓની વચ્ચે વાતચીત દરમિયાન ફરીથી ઝઘડો થતા ઝપાઝપી  થઇ હતી. જાહેરમાં મારામારી કરી ગાળો બોલી ધમકી આપી હતી. મકરપુરા પોલીસે બંને પક્ષની સામસામે  ફરિયાદ નોંધી (૧) કૃણાલ વિજયભાઇ પરમાર (રહે.હરિનગર, તરસાલી) (૨) રાજ મનોજભાઇ સોલંકી (રહે. કુબેર લાઇફ સ્ટાઇલ,ધનિયાવી રોડ, તરસાલી) (૩) સુખદેવસિંગ રૃપસિંગ મેહરા (રહે. આદર્શ નગર, તરસાલી) (૪) નિરજ સબરજીત યાદવ (૫) ઉમેશ સબરજીત યાદવ(બંને રહે. જશોદા કોલોની, મકરપુરા) (૬) સાહિદ એશાનઅલી સૈયદ (૭) સાહિલ જુમનઅલી સૈયદ ( બંને રહે. જયરામ નગર, મકરપુરા) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.