કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાજીદભાઈ હારુનભાઈ મલેક નામના ખેડૂતે કાલાવડ તાલુકાના છતર ગામમાં બોલેરોમાં મગફળી ભરીને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાના મામલે બોલેરો ચાલક હાર્દિકભાઈ પરસોત્તમભાઈ તાડા સાથે તકરાર થઈ હતી, અને બોલરો ચાલકે પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી દેતાં કાનનો ભાગ તૂટી ગયો હતો અને ચાર ટાંકા લેવા પડ્યા છે. જે મામલે બોલેરો ચાલક હાર્દિક પરષોત્તમભાઈ તાળા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત સામા પક્ષે હાર્દિક તાળા એ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ખેડૂત સાજીદભાઈ સામે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીઆર ચાવડા વધુ તપાસ ચલાવે છે.









