For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કતારગામના બે ગોડાઉનમાં ભીષણ આગઃ એકમાં ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટયો

Updated: Nov 21st, 2022

Article Content Image

- ગજેરા સ્કુલ પાસે ફર્નિચર અને સોલર પેનલના ગોડાઉનમાં લાગેલી આગ ત્રણ કલાકે કાબુમાં આવી ઃ સદ્ભાગ્યે ઇજા કે જાનહાની નહી

સુરત :

કતારગામના ગજેરા સ્કુલ પાસે રવિવારે રાતે ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા બાજુમાં આવેલા સોલર પેનલના ગોડાઉનમાં આગની ઝપેટમાં આવ્યું હતું. જેના લીધે ધટના સ્થળ ઉપર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ ગજેરા સ્કુલ પાસે બસ પાકગ પાસે ફનચરનો ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. બાદમાં ત્યાં ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટયુ હતુ. જેથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ હતુ. જેથી તેની બાજુમાં  આવેલા સોલર પેનલના ગોડાઉનને પણ આગની ઝપેટમાં આવ્યું હતું. ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હતો. આગના લીધે ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી.

 આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા કતારગામ, મોરાભાગળ, મોટાવરાછા, ડુંભાલ, કોસાડ અને મુગલસીરા ફાયર સ્ટેશનની ૧૧ ગાડી ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચારે બાજુએથી પાણીનો છંટાવ શરૃ કર્યો હતો. જોકે ફાયરજવાનો ભારે જહેમત કરતા ત્રણથી સાડા ત્રણ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે આગ વધુ ફેલાવવા નહી દેતા અને સમયપર કાબુ મેળવતા તેની પાછળના ત્રણથી પાંચ ગોડાઉન બચાવી ગયા હતા. આગને પગલે પ્લાયવૂડનો જથ્થો,લાકડા,સોફા,બેડ,ફનચર સહિતનો સામાન તેમજ સોલર પેનલના ગોડાઉનમાં પીવીસી પાઇપ સહિતનો ચીજવસ્તુઓ તથા માલ સામાનને નુકસાન થયુ હતુ. આ બનાવમાં કોઈ ઇજા જાનહાની  થઇ ન હતી. આ અંગે ફાયર ઓફિસર રમેશ સેલર અને હિતેશ ઠાકોરે જણાવ્યું હતું.

Gujarat