ગ્રીષ્માની હત્યાનો આરોપી ફેનીલ ગોયાણી કોર્ટમાં બેભાનઃ સિવિલમાં લઇ જવાયો
ડોક્ટરે તપાસ બાદ આરોપી માનસિક અનફીટ ન હોવાની નોંધ લખીઃ પ્રશ્ન કરાય ત્યારે સહેતુ આંખ બંધ ભાનમાં ન હોય તેવું વર્તન કરે છે
ચકચારી કેસની કાર્યવાહી દરમિયાન
s
સુરત
ડોક્ટરે તપાસ બાદ આરોપી માનસિક અનફીટ ન હોવાની નોંધ લખીઃ પ્રશ્ન કરાય ત્યારે સહેતુ આંખ બંધ ભાનમાં ન હોય તેવું વર્તન કરે છે
ચકચારી
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની સ્પીડી ટ્રાયલની આજની મુદત દરમિયાન આજે વધુ બે
સાક્ષીઓની જુબાની દરમિયાન કોર્ટના કઠેરામા બેઠેલા આરોપી ફેનીલ ગોયાણી એકા એક બેભાન
થઈ ગયો હતો. જમુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે.વ્યાસનું ધ્યાન પડતાં તેમણે તાકીદે 108 એંમ્બ્યુલન્સ બોલાવવા નિર્દેશ આપતા
આરોપીને પ્રાથમિક સારવાર બાદ નવી સીવીલમાં લઈ જવાયો હતો.
કેસમાં આજની મુદત દરમિયાન વધુ બે સાક્ષીની જુબાની લેવાઇ હતી. ગ્રીષ્માના કાકા સુભાષભાઇ વેકરીયા વ્હીલચેરમાં બેસી જુબાની આપવા આવ્યા હતા. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા સરતપાસમાં તેમણે ફરિયાદપક્ષની હકીકતને સમર્થનકારી જુબાની આપતા જણાવ્યું હતું કે બનાવના દિવસે આરોપી ફેમીલ સોસાયટીના નાકે હતો. જેથી હું તેને સમજાવવા માટે ગયો હતો. પરંતુ મારા પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દેતા પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. 18 દિવસની સારવાર બાદ હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ હતો. બચાવપક્ષે તેમની ઉલટતપાસ લીધી હતી.
ત્યારબાદ આ ઘટનાને નજરે જોનાર તથા વીડીયો ઉતારનાર વધુ એક સાક્ષી રાહુલ ઉકાણીની સરતપાસમાં સરકારપક્ષે બે સવાલ પુછયા હતા. તે વેળા કોર્ટરૃમના કઠેરામાં બેઠેલો આરોપી ફેનીલ ગોયાણી બેભાન થઇ ઢળી પડયો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશનું ધ્યાન પડતા 108 બોલાવવા તાકીદ કરી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા ફેનીલની પ્રાથમિક તપાસ કરી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયોય હતો.
નવી સીવીલના મેડીકલ ઓફીસર તથા સાયકેટ્રીસ્ટ વિભાગના ડૉ.કમલેશ દવેએ આરોપીની તપાસ બાદ શારિરીક કે માનસિક રીતે અનફીટ ન હોવાની તબીબી નોંધ લખી હતી. વધુમાં આરોપીને જ્યારે કોઈ પ્રશ્ન કરવામાં આવે ત્યારે તે સહેતુ આંખ બંધ કરીને ભાનમાં ન હોય તેવું વર્તન કરતો જણાતો હોવાનું નોધ કરી છે. જેથી આરોપીને તબીબી તપાસ બાદ ફરી કોર્ટમાં લાવીને આગળની કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.