Vadodara Demoliton : વડોદરા શહેરના છેવાડાનો કેટલોક વિસ્તારનો શહેરી વિસ્તારમાં સમાવેશ થયો છે ત્યારે વિકાસની કાર્યવાહીના ભાગરૂપે બાજવાથી દેસાઈ પરાના છાણી વિસ્તારના 18 મીટરના રસ્તે પડેલી ટીપી-48ને અડચણરૂપ રોડ રસ્તાની કેટલી ફેન્સીંગો સહિત આઠ જેટલા ઝૂંપડા પર પાલિકાની દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના વિકાસ અર્થે ચારે બાજુએ છેવાડાના કેટલાક ગામોનો શહેરી હદ વિસ્તારમાં સમાવેશ કરાયો હતો. સમયાંતરે હવે શહેરી વિસ્તારમાં ભેળવાયેલા આસપાસના ગામોનો પણ રોડ રસ્તા સહિતનો વિકાસ જરૂરી છે. દરમિયાન શહેરના છેવાડે આવેલા આવા રોડ રસ્તા ખુલ્લા કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના ઉત્તર છેવાડે આવેલા બાજવાથી દેસાઈપરા ગામ વચ્ચે 18 મીટરના રોડ પર છાણી ટીપી 48 ખુલ્લી કરવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા આજે કરાઈ હતી. એસઆરપી જવાનોના બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં બનેલી કેટલીક તારની વાળ સહિતની ફેન્સીંગ તથા આઠ જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરાયો હતો.


