Gujarat

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની

By GS TEAM
10 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે તેમની પુત્રીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની

Jamnagar Accident : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે તેમની પુત્રીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયાર કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જીલુભા જાડેજાની પત્ની રોહિણીબા જાડેજા પોતાની પુત્રી કાવ્યાનીબાને સાથે લઈ એક્ટિવા નં. જી.જે.10 ડી.જી.8703 પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ખોડીયાર કોલોની સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ સામે તથા અવધ હોન્ડા શોરૂમ નજીક પહોંચતા પાછળથી આવી રહેલા ડમ્પર (નં. જી.જે.10 ટી.વાય.-8680 ના ચાલકે બેદરકારીપૂર્વક અને વધુ ઝડપે વાહન ચલાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.

 અકસ્માતના કારણે રોહિણીબા અને તેમની પુત્રી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં રોહિણીબાને નાક અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત માથાના ભાગે સામાન્ય હેમરેજ તેમજ શરીરે અન્ય ઇજાઓ પણ થઈ હતી. પુત્રી કાવ્યાનીબાને પણ શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

બનાવ બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.