Get The App

સુંદરગઢ પાસે બ્રાહ્મણી નદીમાં ઝંપલાવી મહિલા હેલ્થ ઓફિસરે જીવન ટૂંકાવ્યું

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
સુંદરગઢ પાસે બ્રાહ્મણી નદીમાં ઝંપલાવી મહિલા હેલ્થ ઓફિસરે જીવન ટૂંકાવ્યું 1 - image


- યુવતીનું એક્ટિવા અને પર્સ પુલ પરથી મળી આવ્યા

- સાપકડાના સીએચસીમાં ફરજ બજાવતા મુળ મહેસાણાના ખેરાલુની યુવતીના આપઘાતને લઇ રહસ્ય ઘેરાયું

હળવદ : હળવદ-મોરબી હાઇવે પર સુંદરગઢ ગામ નજીક બ્રાહ્મણી નદીના પુલ પરથી મુળ મહેસાણાના ખેરાલુની વતની અને મહિલા હેલ્થ ઓફિસરએ ઝંપલાવી આપઘાત કર્યો છે. હળવદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

હળવદના સાપકડામાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી હિમાનીબેન અશોકભાઇ પ્રજાપતિ એ હળવદના સુંદરગઢ નજીક નદીમાં ઝંપલાવી આપઘાત કર્યોે હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક મહિલાનું એક્ટિવા અને પર્સ ત્યાં જ પુલ પર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામની હિમાનીબહેન હળવદ શહેરમાં રૂદ્ર ટાઉનશીપમાં રહેતા હતા અને હળવદ તાલુકાના સાપકડા ગામે સીએચસી સેન્ટરમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હિમાનીબેને ક્યાં કારણસર આત્મહત્યાનું પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. હાલ પોલીસે મૃતક યુવતીના પરિવારને જાણ કરતા હળવદ પહોંચ્યા હતા.

Tags :