Get The App

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ આપઘાત

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ આપઘાત 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એક્સિસ બેંકમાં નોકરી કરતી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારીએ 13મી જાન્યુઆરીના દિવસે પોતાના કામના ટેન્શનના કારણે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતક રાજેશ્વરીબાના ભાઈ મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી કે જે એક્સિસ બેન્કમાં ફરજ બજાવતી હતી, અને તેણીને અલગ અલગ કામગીરીમાં ટાર્ગેટ આપવામાં આવતા હોવાથી એ પ્રમાણેના કામકાજના ટાર્ગેટ પુરા થતા ન હોવાથી તેના કામના ટેન્શનમાં એસીડ પી લઈ આપઘાતનું પગલું ભરી લીધાનું જાહેર થયું છે.