Gujarat

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ આપઘાત

By GS TEAM
25 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એક્સિસ બેંકમાં નોકરી કરતી 28 વર્ષની મહિલા બેંક કર્મચારીએ 13મી જાન્યુઆરીના દિવસે પોતાના કામના ટેન્શનના કારણે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એક્સિસ બેંકમાં નોકરી કરતી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારીએ 13મી જાન્યુઆરીના દિવસે પોતાના કામના ટેન્શનના કારણે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતક રાજેશ્વરીબાના ભાઈ મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી કે જે એક્સિસ બેન્કમાં ફરજ બજાવતી હતી, અને તેણીને અલગ અલગ કામગીરીમાં ટાર્ગેટ આપવામાં આવતા હોવાથી એ પ્રમાણેના કામકાજના ટાર્ગેટ પુરા થતા ન હોવાથી તેના કામના ટેન્શનમાં એસીડ પી લઈ આપઘાતનું પગલું ભરી લીધાનું જાહેર થયું છે.