Gujarat

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે

By GS TEAM
19 Nov 20252 mins read
TukuTouch Logo
સુરતના BRTS ઓપરેશન માટે પ્રથમ વખત મહિલા બસ ડ્રાઈવરની ભરતી, મહિલા ડ્રાઈવર હેવી વાહન ડ્રાઈવિંગનો ચાર વર્ષનો અનુભવ : 20 મહિનાથી મહિલા ડ્રાઈવરની થતી શોધ પુરી થઈ

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે

Surat : સુરતના રસ્તા પર અત્યાર સુધી મહિલા પિંક ઓટો ચલાવતા જોવા મળી હતી પરંતુ હવે આવતીકાલ ગુરૂવારથી સુરતના BRTSના બીઆરટીએસના એક રૂટ પર મહિલા ડ્રાઈવર બસ દોડાવતી જોવા મળશે. મહિલાઓ માટેની પીંક બસ માટે પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ  પહેલી બસ દોડી હતી પરંતુ આ બસ મહિલા ચાલક શોધવા માટે પાલિકાએ 20 મહિના મહેનત કરવી પડી હતી. આટલા સમય બાદ ચાર વર્ષના હેવી વ્હીકલ અનુભવ ધરાવનાર એક મહિલા ડ્રાઈવર પાલિકાને મળી છે. જેના કારણે હવે ONGC થી સરથાણા નેચર પાર્ક પર મહિલા ડ્રાઈવર સાથેની પીંક બસ દોડતી જોવા મળશે. 

પાલિકાના સામુહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સુરતમાં થોડા સમય પહેલાં મહિલાઓ માટેની પીંક ઓટો શરુ કરવામાં આવી હતી. મહિલા ડ્રાઈવર દ્વારા ચલાવાવમાં આવતી આ પીંક ઓટોને પ્રતિસાદ મળ્યા બાદ પાલિકાની સામાન્ય સભામાં ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી જેના કારણે પાલિકા પીંક બસનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરુ કર્યો હતો. સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરી હતી પરંતુ પાયલોટ પ્રોજેક્ટ હતો અને મહિલા ડ્રાઈવર મળતી ન હતી. 

20 મહિનાની શોધખોળ બાદ પાલિકાને ચાર વર્ષનો અનુભવ ધરાવનાર મહિલા ડ્રાઈવર મળી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મપાછે દ્વારા આ પિંક બસને ફ્લેગ માર્ચ આપવામાં આવશે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તથા સુરત સીટીલિંક લિમિટેડ આગામી સમયમાં વધુ મહિલાઓને જાહેર પરિવહન ક્ષેત્રમાં જોડાવા માટે આયોજન કરી રહી છે. હાલ પાલિકાને પીંક બસ માટે જે મહિલા ડ્રાઈવર મળ્યા છે તે ઈન્દોરના છે અને હવે સુરતમાં પીંક બસ પર પહેલી મહિલા ડ્રાઈવર બની જશે.