Gujarat

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા

By GS TEAM
26 Dec 20251 min read
TukuTouch Logo
સિગ્નેટ હબ ખાતે ઓફિસ ધરાવતી નયના મહિલા સામે વધુ એક પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા

Vadodara Fraud Case : વડોદરાના આટલાદરા વિસ્તારમાં ખાનગી ઓફિસ ધરાવી લોન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલી નયના મહિલા સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતા સિનિયર સિટીઝન નરેન્દ્ર ભાઈ શાહે પોલીસને કહ્યું છે કે, વલસાડ ખાતે મારી રાધિકા ઇન્ટરમિડીયેટ નામની કંપની આવેલી છે, જેમાં સોલાર અને ગ્રીન હાઈડ્રોજનના પ્લાન્ટ માટે રૂપિયાની જરૂર હોવાથી મારા મિત્ર મારફતે વડોદરાના આટલાદરા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે આવેલી સહયોગ ફાઈનાન્સ સર્વિસની ઓફિસમાં નયના મહિડા અને તેના પુત્ર આકાશ મહિડા સાથે નવેમ્બર-2023 માં મુલાકાત કરી હતી. 

નયના મહિડાએ 4% ના દરે 300 કરોડની લોન અપાવી દઈશ તેવી વાત કરી કમિશન પેટે 30 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ નયનાએ ડોક્યુમેન્ટ્સ લીધા હતા અને વારંવાર કમિશનની માંગણી કરતી હોવાથી તેને તેમજ તેના પુત્રને ટુકડે ટુકડે રૂ.25 લાખ ચૂકવ્યા હતા. 

થોડા સમય પછી નયનાએ લોન મંજૂર થઈ શકે તેમ નથી તેમ જણાવ્યું હતું. જેથી તેની પાસેથી રૂપિયા પાછા માંગતા તેને રૂ.અઢી લાખ પરત કર્યા હતા. પરંતુ બાકીની રૂ 22.50 લાખની રકમ હજી સુધી પરત કરી નથી. જેથી ક્રાઈમ બ્રાન્ચે નયના મહિડા સામે અને આકાશ સામે ગુનો નોંધ્યો છે.