Gujarat
ગુજરાતમાં એઇડ્સના દર્દીઓ વધ્યા, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી
By GS TEAM
4 Feb 20262 mins read
સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હૉસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હૉસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોઢાના કેન્સરને લગતા હોય છે.
00:00
04:06
Summarized by AI; it may make mistakes. Check important info
સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હૉસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હૉસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોઢાના કેન્સરને લગતા હોય છે.
00:00
04:06
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હૉસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હૉસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોઢાના કેન્સરને લગતા હોય છે.
દર વર્ષે ચોથી ફેબુ્રઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ 2025માં સિવિલની કેન્સર હૉસ્પિટલમાં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 9147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મઘ્યપ્રદેશના 4572 રાજસ્થાનના 2678 ઉત્તરપ્રદેશના 1094, મહારાષ્ટ્રના 279 અને બિહારના 288 દર્દી હતા.
છેલ્લા 6 મહિનામાં જ સિવિલની કેન્સર હૉસ્પિટલમાં રૅકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે, તેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસિજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી એક એવી જટિલ પ્રક્રિયા છે. જે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છે, અને હવે આ ટૅક્નોલૉજી દર્દીઓ માટે સિવિલની કેન્સર હૉસ્પિટલમાં ઉપલબ્ધ છે. સિવિલની કેન્સર હૉસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા 2021માં 1813 હતી, તે 2025માં વધીને 6333 થઈ છે.
સિવિલમાં કેન્સરની ઓપીડીમાં રોજના 709થી વઘુ દર્દી
* સિવિલની કેન્સર હૉસ્પિટલમાં વર્ષ 2025 માં 2.59 લાખથી વઘુ ઓપીડી નોંધાઈ.
* વર્ષ 2025માં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 17,800થી વઘુ સર્જરી.
* 50,130થી વઘુ કીમોથેરાપી, 5852 રેડિએશન ટ્રીટમેન્ટ, 24.60 લાખથી વઘુ લેબોરેટરી તપાસ.
* 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી કરાઈ
પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસમાં એક વર્ષમાં 10 ટકાનો વધારો
| કેન્સરનો પ્રકાર | 2021 | 2022 | 2023 | 2024 | 2025 |
| મોઢું | 1,726 | 1,826 | 1,880 | 1,874 | 1,931 |
| જીભ | 915 | 946 | 920 | 999 | 999 |
| પેઢા | 483 | 427 | 406 | 483 | 443 |
| અન્નનળી | 369 | 369 | 366 | 385 | 375 |
| અન્ય | 5,592 | 5,359 | 5,363 | 5,599 | 5,465 |
| કુલ | 9,759 | 9,643 | 9,668 | 10,229 | 10,096 |
મહિલા
| Type of Cancer | 2021 | 2022 | 2023 | 2024 | 2025 |
| સ્તન | 1,385 | 1,451 | 1,359 | 1,460 | 1,456 |
| સર્વિકલ | 885 | 893 | 909 | 866 | 782 |
| મોઢુ | 343 | 401 | 388 | 438 | 421 |
| ઓવરી | 260 | 228 | 196 | 314 | 335 |
| જીભ | 261 | 277 | 306 | 285 | 307 |
| અન્ય | 3,297 | 3,436 | 3,412 | 3,516 | 3,397 |
| કુલ | 6,431 | 6,686 | 6,570 | 6,879 | 6,698 |








