Get The App

એસ.ટી.સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
એસ.ટી.સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ 1 - image


- મહિલા અગાઉ પણ દારૂ સાથે પકડાઈ હતી

- એલસીબીએ 37 હજારની કિંમતની દારૂની 165 બોટલ જપ્ત કરી

ભાવનગર : શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે મેડીકલ કોલેજ જવાના જાહેર રોડ ઉપરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી. 

ભાવનગર એલસીબીના સ્ટાફે બાતમીના આધારે અગાઉ દારૂના કેસમા પકડાયેલી અને આડોડીયાવાસમાં રહેતી મહિલા બુટલેગર રતનબેન નીતેશભાઈ રાઠોડને શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે મેડીકલ કોલેજ જવાના જાહેર રોડ  પર અટકાવી હતી. અને તેની પાસે રહેલાં થેલાની તલાશી લેતાં તેમાંથી દારૂની ૧૬૫ બોટલ રૂ.૩૭,૧૨૫ મળી આવી હતી. જેના આધારે એલસીબીએ મહિલા બુટલેગરની ધરપકડ કરી તેના વિરૂદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોનંધ્યો હતો. 

Tags :