વડોદરા,નેશનલ હાઇવે પર દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટને મકરપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ૧૨ ગ્રાહકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નેશનલ હાઇવે પર જાંબુવાથી કપુરાઇ જતા દાવત હોટલની સામે એક મહિલા એજન્ટ કોલગર્લ્સને બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાની માહિતી મકરપુરા પોલીસને મળી હતી. જેથી, મકરપુરા પી. આઇ. એ.એમ. ગોહિલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મહિલા એજન્ટ મંજુરાબીબી આમીન અલી (રહે. રામદેવ નગર, આજવા રોડ) તથા પાંચ કોલગર્લ મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી ૧૨ ગ્રાહકોને પણ ઝડપી પાડયા હતા. પોલીસે રોકડા મળી કુલ ૧૨,૯૮૫ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ગ્રાહકોમાં (૧) રમેશ ભૂરસિંહ રાઠવા (રહે. પટેલ ફળિયું, જોડાવત ગામ,જિ. છોટાઉદેપુર) (૨) સુરેશ સરતાનભાઇ ભીંડે (રહે. ચાંદપુર ગામ, તા. કઠીવાડા, મધ્યપ્રદેશ) (૩) ડાહ્યાભાઇ મુકેશભાઇ (રહે. વિશ્વકર્મા નગર, ગાજરાવાડી) (૪) જુનૈદ મહંમદઅલી પઠાણ (૫) સદ્દામહુસેન આમીન ખાન (બંને રહે. રોશન નગર, નવાયાર્ડ) (૬) મયૂર દશરથભાઇ રાઠવા (રહે. નાની ટેકરી, તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) (૭) મહીંદ્ર રસુભાઇ રાઠવા (રહે. કરજવઠ ગામ, તા.કવાંટ) (૮) મુસ્તકીમ સામીમભાઇ સૈયદ (રહે. હિંમત નગર, તરસાલી) (૯) અનીશબાબા શાહીદખાન પઠાણ (રહે. મહેરઅલી એપાર્ટમેન્ટ, મચ્છીપીઠ) (૧૦) મોહબ્બતઅલી કાશીમઅલી ખૈરવીશા (૧૧) મોહંમદ ફારૃક મોહંમદ અજમેર (બંને રહે. અમીના મંઝીલ, અકોટા) તથા (૧૨) મોહંમદ રમજાનખાન મોહંમદ (રહે. અકબરઅલી પુરવા, તા.કંડેલગંજ, યુ.પી.) નો સમાવેશ થાય છે.


