Get The App

ખોખરામાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ એક લાખની સોનાની કડીઓ લઇ ગઇ

એક કલાક સુધી દાગીના ખરીદવાનુ નાટક કર્યુ

પૈસા લઇ થોડીવારમાં આવીએ છીએ કહીને ચાર મહિલા જતી રહી

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શનિવારખોખરામાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ એક લાખની સોનાની કડીઓ લઇ ગઇ 1 - image

ચોર ટોળકી અલગ અલગ નાટક કરીને ચોરીને અંજામ આપી રહી છે. ખોખરામાં ચાર મહિલાઓની ટોળકી ગ્રાહકના સ્વાંગમાં સોનીનીને ત્યાં દાગીનાની ખરીદી કરવાના બહાને ગઇ હતી અને દાગીના ખરીદવાનું નાટક કરીને સોનીની નજર ચૂકવીને પૈસા લઇને આવું છું કહીને  એક લાખની કાનની કડીઓની ચોરી કરીને નાસી ગઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

એક જોડી કડી ગમી છે સાઇડમાં રાખો પૈસા લઇ થોડીવારમાં આવીએ છીએ કહીને ચાર મહિલા જતી રહી

ખોખરા વિસ્તારમાં રહેતા અને ખોખરા સર્કલ પાસે જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારીએ  ખોખરા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર અમેરિકા અભ્યાસ કરતો હોવાથી તેઓ તેને મળવા ગયા હતા. આ સમયે દુકાન મેનેજર સંભાળતા હતા. તેઓ અમેરિકા હતા પંદર દિવસ પહેલા મેનેજરે ફોન કરીને કહ્યું હતું કે ચાર મહિલાઓ આવી હતી અને સોનાની કડીઓ જોવી છે બતાવો કહેતા બે ટ્રેમાં સોનાની કડીઓ બતાવતા હતા. ત્યારે મહિલાઓએ બીજી કડીઓ બતાવવાનું કહ્યુ હતું.

 એટલું જ નહી એક કડી ગમી છે સાઇડમાં રાખો અમે થોડીવારમાં રૃપિયા લઇને આવીએ કહીને દુકાનમાંથી ચારેય મહિલા જતી રહી હતી. રાતના સમયે તેઓ સ્ટોકની ગણતરી કરતા હતા ત્યારે રૃા. ૧.૦૫ લાખની સોનાની કડીઓ નજર ચૂકવી ચોરી ગયા હોવાની ખબર પડી હતી.


Tags :