Gujarat

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ

By GS TEAM
18 May 20261 min read
વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બીસીએ કોર્સની ફીમાં કરાયેલા વધારા સામે આજે વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર ઓફિસમાં કરેલા હોબાળા અને વાઈસ ચાન્સેલરનો ઘેરાવો કર્યો હતો.જેના પગલે ૨૮ ટકા ફી વધારાની જગ્યાએ હવે માત્ર પાંચ ટકા ફી વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી વિગતો પ્રમાણે એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ આજે હેડ ઓફિસ ખાતે મોરચો લઈ ગયા હતા અને વાઈસ ચાન્સેલરની કેબિનને માથે લીધી હતી.વાઈસ ચાન્સેલર સામે પણ વિદ્યાર્થીઓએ આક્રમક તેવર દેખાડયા હતા.

જોકે પ્રો.ભણગેએ વિદ્યાર્થીઓની રજૂઆતને શાંતિથી સાંભળી હતી.એ પછી સાયન્સ ફેકલ્ટી સત્તાધીશોએ બીસીએની રેગ્યુલર બેઠકોની ફી ૬૦૦૦૦ રુપિયાની જગ્યાએ ૫૦૫૦૦ રુપિયા કરવાની અને સ્પેશ્ય બેઠકોની ફી ૧.૫૬ લાખ રુપિયાની જગ્યાએ ૧.૨૧ લાખ રુપિયા કરવાની જાહેરાત કરી હતી.સાથે સાથે વિદ્યાર્થીઓના વિરોધના પગલે બીસીએ અને બીજા એન્ટ્રન્સ ટેસ્ટ પણ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન લેવામાં આવશે.

ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે, છેલ્લા બાર વર્ષથી ફી વધારો કરવામાં આવ્યો નહોતો.જોકે હવે ૨૮ની જગ્યાએ પાંચ ટકા ફી વધારો કરવાથી બીસીએ કોર્સના બજેટ પર અસર  પડશે.જેના કારણે કેટલાક ખર્ચમાં કાપ મૂકવો પડશે.