Get The App

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત 1 - image

વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચને પગલે હાઇવે પર ટ્રાફિક જામની દહેશત હોવાથી પોલીસ દ્વારા જુદીજુદી એજન્સીઓને સાથે રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

ગઇકાલે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.જે દરમિયાન પોલીસના રિહર્સલ ને કારણે હાલોલ રોડ પર પાંચ કિમી ટ્રાફિક જામ થયા બાદ આવતીકાલે મેચ દરમિયાન આવી સ્થિતિ ના સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

જે દરમિયાન અમદાવાદ-સુરત હાઇવે પર વડોદરાની આસપાસની દરેક ચોકડી પર ્ટ્રાફિકને અડચણ ના પડે તે માટે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આવતીકાલે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દરેક ચોકડી પર હાજર રહેશે.જેમાં ટ્રાફિકના કર્મચારીઓ પણ સામેલ હશે.શહેર  પોલીસના કુલ ૧૩૦૦ જવાનો મેચ નિમિત્તે આખો દિવસ વિશેષ બંદોબસ્ત જાળવશે.

વડોદરા હાઇવે પરની ગોલ્ડન ચોકડી, દેણા ચોકડી,દુમાડ ચોકડી,કપૂરાઇ ચોકડી, સયાજીપુરા ચોકડી જેવા સ્થળોએ ટ્રાફિકની અંધાધૂંધી ના સર્જાય તે માટે પોલીસની સાથે કોર્પોરેશન,આરટીઓ,હાઇવે ઓથોરિટી જેવી  એજન્સીઓના અધિકારીઓ પણ તેમના કાફલા સાથે સવારથી મેચ પુરી નહિ થાય ત્યાં સુધી હાજર રહેશે.

જરોદથી વડોદરા આવતો ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં પાવાગઢના દર્શનાર્થીઓ અટવાશે

ક્રિકેટ મેચને કારણે જરોદથી વડોદરા આવતો ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં પાવાગઢના હજારો દર્શનાર્થીઓને અટવાઇ જવાનો વખત આવે તેવી દહેશત સેવાઇ રહી છે.

પાવાગઢ ખાતે રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.આવતી કાલે રવિવારને દિવસે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાથી જરોદથી વડોદરા આવતો રૃટ રસુલાબાદ વાળા રસ્તે ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

જેથી પાવાગઢથી  પરત ફરતા દર્શનાર્થીઓને વડોદરા આવવું હોય તો ડાઇવર્ટ કરાયેલા રૃટથી આવવું પડે તેમ હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ક્રિકેટ મેચ માટે શહેર પોલીસનો બંદોબસ્ત

ક્રિકેટ મેચ માટે બંને ટીમો હોટલમાંથી સ્ટેડિયમ પર જવા નીકળશે તે રૃટ અને હાઇવે પર વડોદરા શહેર પોલીસનો  બંદોબસ્ત આ મુજબ રહેશે.

- ૧ એડિશનલ પોલીસ કમિશનર

- ૪ નાયબ પોલીસ કમિશનર

- ૬ મદદનીશ પોલીસ કમિશનર

- ૨૨ પોલીસ ઇન્સ્પેક્ટર

- ૯૦૦ થી વધુ પીએસઆઇ અને જવાનો

- ૩૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો